પ્રેગ્નન્સીમાં હીલ્સ પહેરી હોવાથી ટ્રોલ થયેલી દીપિકાની વહારે આવેલી રિચા ચઢ્ઢાએ કહ્યું...
રિચા ચઢ્ઢા
દીપિકા પાદુકોણને ટ્રોલ કરવામાં આવતાં રિચા ચઢ્ઢા તેની વહારે આવી છે. દીપિકાએ ‘કલ્કિ 2898 AD’ની ઇવેન્ટમાં હીલ્સ પહેરી હતી. આથી તેને સતત ટ્રોલ કરવામાં આવી રહી હતી. બાળકની હેલ્થ પર અસર પડી શકે છે એ કારણસર તેને ટ્રોલ કરવામાં આવી હતી. આ વિશે દીપિકાએ કોઈ કમેન્ટ નહોતી કરી. જોકે એમ છતાં દીપિકાને સતત ટ્રોલ કરવામાં આવતાં રિચાએ આ વિશે કહ્યું હતું કે ‘ગર્ભાશય નથી તમારી પાસે તો જ્ઞાન આપવાનું બંધ કરો.’