અમદાવાદની રિયા સિંઘાએ નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા’ બનીને દેશનો મિજાજ રજૂ કર્યો હતો
રિયા સિંઘા
મેક્સિકોમાં આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી અમદાવાદની રિયા સિંઘાએ નૅશનલ કૉસ્ચ્યુમ રાઉન્ડમાં ‘સોને કી ચિડિયા’ બનીને દેશનો મિજાજ રજૂ કર્યો હતો. પ્રાચીન સમયમાં ભારત એના ધીકતા આંતરરાષ્ટ્રીય વેપાર; તક્ષશિલા, નાલંદા જેવાં શૈક્ષણિક સંસ્થાનો તથા કુદરતી સ્રોતો અને ઉપજાઉ જમીનને કારણે ‘ધ ગોલ્ડન બર્ડ’ એટલે કે ‘સોને કી ચિડિયા’ તરીકે ઓળખાતું હતું.