રિયા તેના પરિવાર સાથે દાદરના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ હતી. તેની સાથે આ મુલાકાત દરમ્યાન તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી અને પિતા પણ હાજર હતા.
રિયા તેના પરિવાર સાથે દાદરના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ હતી
સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં તેની એ સમયની ગર્લફ્રેન્ડ અને ઍક્ટ્રેસ રિયા ચક્રવર્તી પર દોષનો ટોપલો ઢોળવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ અને ૬ મહિના સુધી તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેનાર રિયા ચક્રવર્તીની અટકાયત કરી હતી. તેના પર સુશાંતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. સુશાંતના મૃત્યુનાં લગભગ સાડાચાર વર્ષ પછી બાવીસમી માર્ચે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસનો ક્લોઝિંગ રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટમાં રિયા ચક્રવર્તીને ક્લીન ચિટ મળી ગઈ છે. એ પછી રિયા તેના પરિવાર સાથે દાદરના સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચી ગઈ હતી. તેની સાથે આ મુલાકાત દરમ્યાન તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી અને પિતા પણ હાજર હતા.

