માધુરીની પ્રશંસા કરતાં રેણુકા શહાણેએ કહ્યું...
રેણુકા શહાણે
રેણુકા શહાણેએ માધુરી દીક્ષિત નેનેની પ્રશંસા કરતાં જણાવ્યું કે તે સારી કો-સ્ટારની સાથે સારી વ્યક્તિ પણ છે. આ બન્નેએ ‘હમ આપકે હૈં કૌન’માં અને મરાઠી ફિલ્મ ‘બકેટ લિસ્ટ’માં પણ કામ કર્યું હતું. રેણુકાએ હાલમાં જ ‘ત્રિભંગા : ટેઢી મેઢી ક્રેઝી’ને ડિરેક્ટ કરી હતી. એને લઈને માધુરીએ તેને શુભેચ્છા આપી હતી. માધુરી સાથે ફરીથી કામ કરવા વિશે પૂછવામાં આવતાં રેણુકાએ કહ્યું હતું કે ‘માધુરી સાથે કામ કરવું મારા માટે સપના સમાન છે. મેં અત્યાર સુધી જેની પણ સાથે કામ કર્યું છે એમાં તે બેસ્ટ કો-સ્ટાર છે. તે સાથે જ ખૂબ જ સારી વ્યક્તિ પણ છે. મને આજે પણ લાગે છે કે તેની ટૅલન્ટને હજી સુધી યોગ્ય રીતે પરખવામાં નથી આવી. તેને એક દિવસ ડિરેક્ટ કરવાનું મારું સપનું છે. મારા દિમાગમાં ઘણાબધા આઇડિયાઝ ચાલી રહ્યા છે. જોકે સ્ક્રિપ્ટ એક વખત ફાઇનલ થઈ જાય પછી જ હું તેને અપ્રોચ કરી શકું છું. હું ચોક્કસ તેને અપ્રોચ કરીશ. પછી જોઈએ કે તે કામ કરે છે કે નહીં.’

