મ્યુઝિકલ ટૂરને યાદ કરીને કુમાર સાનુએ કહ્યું...
સિંગર કુમાર સાનુ
સિંગર કુમાર સાનુએ ૯૦ના દાયકામાં અનેક ફિલ્મોનાં ગીતોમાં પોતાના અવાજથી જાદુ વિખેર્યો હતો. કરીઅર દરમ્યાન કરેલી સૌથી લાંબી મ્યુઝિકલ ટૂરને તેઓ ‘અનફર્ગેટેબલ 90s’ કહે છે. એ સમયે આયોજિત થતી મ્યુઝિકલ ટૂરમાં પણ તેઓ સક્રિય ભાગ લેતા હતા. તેમણે સાધના સરગમ અને અલકા યાજ્ઞિક સાથે અનેક ગીતો ગાયાં છે અને તેમની સાથે મ્યુઝિકલ ટૂરમાં પણ ભાગ લીધો હતો. મ્યુઝિકલ ટૂરને યાદ કરતાં કુમાર સાનુ કહે છે, ‘ભૂતકાળમાં મેં કરેલી ટૂરમાં આ ‘અનફર્ગેટેબલ 90s’
ખાસ સ્થાન ધરાવે છે. એક સમયે ૧૪ શો કરવા એ કોઈ પણ સિંગરની લાઇફમાં અગત્યનું કહેવાય છે. મારા ફૅન્સનો હું આભારી છું કે મને આ તક મળી. ખાસ કરીને સાધના સરગમ સાથે ગાવાની. બૉલીવુડની ફિલ્મોમાં મેં સાધના સાથે અનેક ગીતો ગાયાં હતાં. અમારાં ડ્યુએટ્સ જાદુ રેલાવતાં હતાં. જોકે દર્શકો સામે સ્ટેજ પર પર્ફોર્મ કરવું એ અલગ અનુભવ હતો અને એ આજીવન યાદ બની ગઈ છે.’