રવીનાના લુક વિશે વાત કરતાં અરબાઝે કહ્યું કે ‘રવીનાને પહેલાં ક્યારેય નહીં જોઈ હોય એવા અવતારમાં જોવા માટે તૈયાર રહો
અરબાઝ ખાનના પ્રોડક્શનની ‘પટના શુક્લા’માં દેખાશે રવીના
અરબાઝ ખાનના પ્રોડક્શન-હાઉસ દ્વારા બનાવવામાં આવી રહેલી ‘પટના શુક્લા’માં રવીના ટંડન જોવા મળશે. અરબાઝ ‘દબંગ’ દ્વારા પ્રોડ્યુસર બન્યો હતો. તે હવે સોશ્યલ ડ્રામા પ્રોડ્યુસ કરી રહ્યો છે, જેમાં રવીનાને પસંદ કરવામાં આવી છે. આ વિશે અરબાઝ ખાને કહ્યું કે ‘આ એક સોશ્યલ ડ્રામા છે, પરંતુ અમારું પ્રોડક્શન-હાઉસ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા માગે છે એથી એને એ રીતે લખવામાં આવી છે. ‘પટના શુક્લા’માં એવી તમામ બાબતો છે જે ભારતીય દર્શકો જોવા માગે છે.’
આ ફિલ્મમાં રવીના સાથે સતીશ કૌશિક, માનવ વીજ, ચંદન રૉય સાન્યાલ, જતીન ગોસ્વામી અને અનુષ્કા કૌશિક જોવા મળશે. રવીનાના લુક વિશે વાત કરતાં અરબાઝે કહ્યું કે ‘રવીનાને પહેલાં ક્યારેય નહીં જોઈ હોય એવા અવતારમાં જોવા માટે તૈયાર રહો. રવીના જ્યારે તેના કરીઅરની એકદમ ઊંચાઈએ હતી ત્યારે તે ભરપૂર મસાલા ફિલ્મો આપી રહી હતી અને ત્યારે પણ તે આવી મહત્ત્વની ફિલ્મો કરી રહી હતી. એન્ટરટેઇનમેન્ટ અને પ્યૉર સિનેમાનું મિલન કેવું હોય છે એ માટે ‘પટના શુક્લા’ એક ઉત્તમ ઉદાહરણ છે.’