હું મારો જન્મ થયો ત્યારથી અહીં નિયમિત દર્શને આવું છું: રવીના ટંડન
રવીના ટંડને ગઈ કાલે શિર્ડીના સાંઈબાબાના મંદિરે જઈને દર્શન કર્યાં હતાં
રવીના ટંડને ગઈ કાલે શિર્ડીના સાંઈબાબાના મંદિરે જઈને દર્શન કર્યાં હતાં. શિર્ડીના સાંઈબાબા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વિશે વાત કરતાં રવીનાએ કહ્યું હતું કે ‘મારા પપ્પા અહીં ૫૦ વર્ષ સુધી આવ્યા હતા. હું મારો જન્મ થયો ત્યારથી અહીં નિયમિત દર્શને આવું છું. મારાં બાળકોનો જન્મ થયો ત્યારે સૌથી પહેલાં હું તેમને લઈને અહીં આવી હતી અને બાબાના ચરણસ્પર્શ કરાવીને આશીર્વાદ લીધા હતા. બાબા પર મને બહુ શ્રદ્ધા છે. મારા પપ્પાના અવસાન પછી હું જ્યારે પહેલી વખત અહીં આવી હતી ત્યારે મેં મારા પપ્પાને હાથ જોડીને બાબાની બાજુમાં ઊભેલા જોયા હતા અને ત્યારથી મને ઊંડી શ્રદ્ધા છે કે મારા પપ્પા બાબાની આસપાસ જ હોય છે.’