Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કરણ જોહરે હજી સુધી કેમ માફ નથી કરી રવીના ટંડનને?

કરણ જોહરે હજી સુધી કેમ માફ નથી કરી રવીના ટંડનને?

Published : 10 February, 2023 04:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાની રવીનાએ ના પાડી દીધી હતી

રવીના ટંડન

રવીના ટંડન


રવીના ટંડને જણાવ્યું છે કે કરણ જોહરે તેને હજી સુધી માફ નથી કરી. એનું કારણ છે કે કરણ જોહરની ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાની રવીનાએ ના પાડી દીધી હતી, કારણ કે રવીનાને આ ફિલ્મમાં સેકન્ડ લીડ રોલ નહોતો ભજવવો. બાદમાં આ રોલ રાની મુખરજીને મળ્યો હતો. આ ફિલ્મે રાનીની કરીઅરને નવી દિશા આપી હતી. આ રોલ ન કરવાનું ખરું કારણ જણાવતાં રવીના ટંડને કહ્યું કે ‘કરણે આજ દિન સુધી મને ‘કુછ કુછ હોતા હૈ’માં કામ ન કરવા માટે માફ નથી કરી. એ સમયે કરણ સમજી ન શક્યો. કાજોલ મારી કન્ટેમ્પરરી હતી. અમે કરીઅરની શરૂઆત સાથે કરી હતી. અમે બન્ને લીડ રોલ્સ કરી રહ્યાં હતાં. એથી ‘કુછ કુછ હોતા હૈ’માં કામ કરવાની મેં ના પાડી હતી, કેમ કે એમાં મારો રોલ રાની જેટલો જ નાનકડો હતો. જોકે રાનીને આ ફિલ્મથી ફાયદો થયો, કેમ કે તે નવી હતી. આ જ ફરક હતો. એ વસ્તુ મેં કરણને કહી હતી.’


બીજી તરફ એ સમયને યાદ કરતાં કરણ જોહરે કહ્યું કે ‘મેં દરેકને એ રોલ વિશે પૂછ્યું હતું. એ ફિલ્મમાં તો હું ભિખારી બની ગયો હતો. આઠ હિરોઇને એ ફિલ્મ રાની મુખરજીના રોલ માટે રિજેક્ટ કરી હતી. મને એવું લાગ્યું કે જો કોઈ ન મળ્યું તો મારે જ શૉર્ટ સ્કર્ટ પહેરીને એ રોલ કરવો પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2023 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK