તે દિલ્હી પદ્મશ્રી સ્વીકારવા માટે તેની દીકરી સાથે ગઈ હતી
રવીના ટંડન
રવીના ટંડન હાલમાં જ મુંબઈ ઍરપોર્ટ પર તેની દીકરી રાશા સાથે જોવા મળી હતી. તે દિલ્હી પદ્મશ્રી સ્વીકારવા માટે તેની દીકરી સાથે ગઈ હતી. તે જ્યારે મુંબઈ આવી ત્યારે ઍરપોર્ટ પર તેણે ફોટો માટે પોઝ પણ આપ્યો હતો. ત્યાર બાદ તે જ્યારે તેની કાર પાસે જઈ રહી હતી ત્યારે એક ફૅન તેની પાસે ધસી આવ્યો હતો. તે રવીના સાથે ફોટો પડાવવા માગતો હતો. આ દરમ્યાન તેનાથી રવીનાની દીકરીને ધક્કો લાગી ગયો હતો. દીકરીને ધક્કો લાગતાં રવીનાએ કહ્યું કે ‘આપ ધક્કા મત દીજિએ ભાઈસાહબ. બચ્ચોં કો ધક્કા મત દીજિએ.’