બૉલીવુડ અને સાઉથની ફિલ્મોના તફાવત વિશે રવીનાએ કહ્યું…
રવિના ટંડન
રવીના ટંડને બૉલીવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરવાનો અનુભવ શૅર કર્યો હતો. તેનું કહેવું છે કે સાઉથમાં જે કામ દસ જણથી થાય એના માટે બૉલીવુડમાં બસો લોકોને સામેલ કરાય છે. રવીનાએ સાઉથની ‘KGF: ચૅપ્ટર 2’માં કામ કર્યું હતું. સાઉથની ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં કામ કરવાના તફાવત વિશે રવીના કહે છે, ‘અમારે મૉરિશ્યસમાં પાંચ ગીતો માત્ર ૯ જણની ટીમ સાથે મળીને શૂટ કરવાનાં હતાં. એ વખતે કોઈ લાઇટમૅન નહોતો, જનરેટર નહોતું અને અન્ય કોઈ સગવડ પણ નહોતી. અમે માત્ર બે નાની લાઇટ સાથે બે ગીતો શૂટ કર્યાં હતાં. રિફ્લેક્ટર માટે સિલ્વર ફોઇલ હતું. તમે એ ગીતોની ક્વૉલિટી જોઈ શકો છો. હું જ્યારે મુંબઈમાં શૂટિંગ કરતી હોઉં અને સ્વિટ્ઝરલૅન્ડ કાં તો અન્ય કોઈ સ્થળે પણ શૂટિંગ માટે જવાનું હોય તો અમારી સાથે બસો લોકોનો કાફલો હોય છે. મને આશ્ચર્ય થાય છે કે આટલાબધા લોકોની શી જરૂર છે જ્યારે એ જ કામ દસ જણથી થઈ શકે છે.’