૨૦૦૪માં અમિતાભ બચ્ચન, જૉન અબ્રાહમ અને બિપાશા અભિનીત ઐતબાર ફિલ્મ બનાવી હતી
૨૦૦૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઐતબાર’નું પોસ્ટર
ટોચના ઉદ્યોગપતિ રતન તાતા તેમના નેતૃત્વ અને પરોપકાર માટે જાણીતા હતા, પણ બહુ ઓછા લોકો જાણે છે કે તેમણે ફિલ્મનિર્માણમાં હાથ અજમાવ્યો હતો. રતન તાતાએ ૨૦૦૪માં અભિતાભ બચ્ચનની મુખ્ય ભૂમિકાવાળી ‘ઐતબાર’ ફિલ્મનું નિર્માણ કર્યું હતું. ૯.૫૦ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર માત્ર ૭.૯૬ કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી. એ પછી રતન તાતાએ કોઈ ફિલ્મ નહોતી બનાવી. ૨૦૦૪માં વિક્રમ ભટ્ટે ડિરેક્ટ કરેલી રોમૅન્ટિક-થ્રિલર ‘ઐતબાર’ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જૉન અબ્રાહમ અને બિપાશા બાસુ મુખ્ય કલાકાર હતાં.