‘ઍનિમલ’ને સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
રણબીર કપૂર અને રશ્મિકા મંદાના
‘પુષ્પા 2’ના શૂટિંગ પહેલાં ‘ઍનિમલ’નું શૂટિંગ પૂરું કર્યું રશ્મિકા મંદાનાએ. ‘ઍનિમલ’ને સંદીપ રેડ્ડી વેન્ગા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તે હાલમાં હૈદરાબાદમાં છે અને તે ‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ કરવાની છે. તેણે હાલમાં જ ‘ઍનિમલ’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું કે ‘ડિયર ડાયરી, આજે, ખરું કહું તો ગઈ કાલે રાતે મેં શૂટ કર્યું હતું. મેં શૂટિંગ પૂરું કર્યું છે અને હું હૈદરાબાદ પાછી આવી ગઈ છું. હવે હું ‘પુષ્પા 2’નું શૂટિંગ શરૂ કરીશ. જોકે એ પહેલાં મારે ‘ઍનિમલ’ના સેટ પર કેટલું એન્જૉય કર્યું છે એ કહેવું છે. આ ફિલ્મનું શૂટિંગ મેં ૫૦ દિવસ સુધી કર્યું છે અને એ હવે પૂરું થયું છે. હવે મને એક ખાલીપો લાગી રહ્યો છે. મારા બૉય્ઝ સાથે મને કામ કરવાની ખૂબ જ મજા આવી હતી અને તેમના માટે મારા દિલમાં હંમેશાં એક જગ્યા રહેશે. આખી ટીમ ખૂબ જ ડાર્લિંગ હતી. સેટ પર દરેક વ્યક્તિ ખૂબ જ પ્રોફેશનલ હતી અને એમ છતાં ખૂબ જ વિન્રમ હતી. હું તેમને કહેતી આવી છું કે મારે તેમની સાથે એક હજાર ફિલ્મોમાં કામ કરવું છે. સંદીપ રેડ્ડી વેન્ગા ખૂબ જ અદ્ભુત છે અને દરેકને એની જાણ છે. તે તેના ક્રાફ્ટ અને કૅરૅક્ટરને લઈને ખૂબ જ ઑબ્સેસ્ડ હોય છે. તે તેના દરેક દૃશ્યને લઈને ખૂબ જ ક્લિયર હોય છે અને એમ છતાં તે તેના આર્ટિસ્ટને સંપૂર્ણ ફ્રીડમ આપે છે. મારો પર્ફોર્મન્સ સીધો મારા ડિરેક્ટર પર ડિપેન્ડ છે. રણબીર કપૂરને કારણે શરૂઆતમાં હું થોડી નર્વસ હતી, પરંતુ ઓહ માય ગૉડ. અમારું લિટલ સીક્રેટ છે, હું એ જણાવીશ નહીં. ભગવાને તેને પર્ફેક્ટ બનાવવા માટે ખરેખર પૂરતો સમય લીધો છે. તે અદ્ભુતમ ઍક્ટર, અમેઝિંગ વ્યક્તિ અને બાકી બધું એકદમ ક્રેઝી છે. જોકે તે ખૂબ જ એટલે ખૂબ જ સારો માણસ છે. હું તેના માટે લાઇફમાં ફક્ત સારું જ ઇચ્છું છું. અંતમાં એટલું જરૂર કહીશ કે રણબીર કપૂર ખરેખર ઍનિમલ છે.’