રાશિ ખન્ના અને સિદ્ધાર્થ મલ્હોત્રા ‘યોદ્ધા’માં સાથે દેખાવાનાં છે.
રાશિ ખન્ના
રાશિ ખન્ના અને સિદ્ધાર્થ મલ્હોત્રા ‘યોદ્ધા’માં સાથે દેખાવાનાં છે. આ ફિલ્મના પ્રમોશન માટે રાશિ હાલ હૈદરાબાદમાં છે. આ ફિલ્મ પંદર માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. પ્રમોશનલ ઇવેન્ટ માટે તે ટ્રેડિશનલ લુકમાં પહોંચી હતી. ગોલ્ડન બૉર્ડરવાળા ગ્રીન લેહંગા પર રાશિએ ઑલિવ ગ્રીન કલરનું મિરર વર્કનું સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. ચોકર નેકલેસ, ઇઅર-રિંગ્સ અને મૅચિંગ બૅન્ગલ્સ પહેરીને તે આકર્ષક દેખાતી હતી. એના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.