આ એક સેક્સ્યુઅલ હેલ્થકૅર ઍડ છે જેમાં રણવીર અને જૉનીએ સાથે કામ કર્યું છે. તેઓ સાથે કામ કરશે એવું સપનામાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય
રશ્મિ દેસાઇ , રણવીર સિંઘ
રશ્મિ દેસાઈનું કહેવું છે કે તે રણવીર સિંહ અને ઍડલ્ટ સ્ટાર જોની સિન્સની એક એડથી ખૂબ જ દુખી છે. આ એક સેક્સ્યુઅલ હેલ્થકૅર ઍડ છે જેમાં રણવીર અને જૉનીએ સાથે કામ કર્યું છે. તેઓ સાથે કામ કરશે એવું સપનામાં પણ કોઈએ વિચાર્યું નહીં હોય. આ ઍડમાં ટીવી શોની થીમને પસંદ કરવામાં આવી છે. ટીવી શોમાં જે રીતે ફૅમિલી ડ્રામા દેખાડવામાં આવે છે અને એમાં કેવી રીતે એક મહિલા ઉપરથી પડી જાય છે અને હીરો બચાવે છે એ દેખાડવામાં આવ્યું છે. ફૅમિલીનો મુખ્ય વ્યક્તિ કેવી સંસ્કારી વાત કરે છે એ પણ દેખાડવામાં આવ્યું છે. આ ઍડ જોયા બાદ રશ્મિએ પોસ્ટ કર્યું કે ‘મેં રીજનલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ મેં ટીવી ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું. લોકો એને સ્મૉલ સ્ક્રીન કહે છે જ્યાં સામાન્ય લોકો ન્યુઝ, ક્રિકેટ અને બૉલીવુડની ફિલ્મો પણ જુએ છે. આ ઍડને જોયા બાદ ખૂબ જ શરમિંદા થઈ રહી છું. ટીવી ઇન્ડસ્ટ્રી અને એમાં કામ કરતા લોકોનું એમાં અપમાન કરવામાં આવ્યું છે. અમને હંમેશાં નાના અને એ રીતે જ ટ્રીટ કરવામાં આવે છે. ઘણા ઍક્ટર્સ એવા છે જેમને મોટી સ્ક્રીન પર પણ કામ કરવું છે. જોકે આ ઍડ દ્વારા અમને ખૂબ જ ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવે છે. અમે પણ ખૂબ જ મહેનત કરીએ છીએ. માફ કરજો, પરંતુ આ ઍડ જે પ્રોડક્ટની છે એવું અમે ટીવી પર નથી દેખાડતા. એવું ફક્ત ફિલ્મોમાં જ દેખાડવામાં આવે છે. કેટલીક રિયલિટીને દેખાડવામાં ખોટું કંઈ નથી, પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રી માટે આ એક રિયલિટી ચેક છે. મને કોઈએ તમાચો માર્યો હોય એવું ફીલ થઈ રહ્યું છે. બની શકે કે કદાચ હું ઓવરરીઍક્ટ કરી રહી હોઉં, પરંતુ અમે સ્ક્રીન પર કલ્ચર અને પ્રેમ જ દેખાડીએ છીએ. હું આજે દુખી છું, કારણ કે મારી ટીવીની ઇન્ડસ્ટ્રી ખૂબ જ રિસ્પેક્ટફુલ રહી છે. અમે આવું ક્યારેય નથી દેખાડ્યું. આશા રાખું છું કે તમે અમારાં ઇમોશન્સ સમજશો.’

