રવીના ટંડનની દીકરી રાશા થડાનીની સૌપ્રથમ ફિલ્મ ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે
રાશા થડાની
રવીના ટંડનની દીકરી રાશા થડાનીની સૌપ્રથમ ફિલ્મ ‘આઝાદ’ ૧૭ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં અજય દેવગન અને તેનો ભત્રીજો અમન દેવગન મુખ્ય ભૂમિકાઓમાં છે.
ફિલ્મના આ કલાકારો આજકાલ એનું પ્રમોશન કરી રહ્યા છે ત્યારે રાશાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તે ફિલ્મના શૂટિંગ દરમ્યાન પોતાની પરીક્ષા માટે ભણતી દેખાય છે.
ADVERTISEMENT
રાશાને કોઈ પૂછે છે કે તેં તારા ડાયલૉગ્સ યાદ રાખી લીધા કે નહીં ત્યારે તે સ્માઇલ સાથે જવાબ આપે છે, ‘હું ભણી રહી છું. દસેક દિવસમાં મારી બોર્ડની એક્ઝામ છે અને મારું પહેલું પેપર જ્યોગ્રાફીનું છે.’
રાશા માર્ચમાં ૨૦ વર્ષની થશે. શૂટિંગ વખતે બારમા ધોરણની બોર્ડ એક્ઝામ આપી રહી હતી. રાશાએ ૨૦૨૧માં IGCSE બોર્ડની દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી.