કોરોના વાયરસ ફરી એકવાર બૉલિવૂડમાં પોતાનો પગ પેસારો કરી રહ્યો છે. હવે અભિનેતા રણવીર શૌરીનો દીકરો હારૂન કોવિડ પૉઝિટીવ આવ્યો છે. રણવીરે આ વાત સોશિયલ મીડિયા દ્વારા જણાવી છે.
રણવીર શોરી (ફાઇલ તસવીર)
કોરોના વાયરસ ફરી એકવાર નવા વેરિએન્ટ સાથે આખા વિશ્વને પોતાના શકંજામાં લઈ રહ્યો છે. બૉલિવૂડ પણ ગયા વર્ષની જેમ આ વાયરસથી અછૂત નથી. એક વાર ફરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટિઝ આ જીવલેણ વાયરસની ચપેટમાં આવી જાય છે. હવે એક્ટર રણવીર શૌરીએ જણાવ્યું કે તેમનો દીકરો હારૂન COVID-19 પૉઝિટીવ આવ્યો છે. બન્નેએ પોતાને ક્વૉરન્ટીન કરી લીધો છે.
રણવીરે સોશિયલ મીડિયા પર આ માહિતી ચાહકો સાથે શૅર કરી છે. રણવીરે પોતાના ટ્વીટમાં લખ્યું, "હું અને મારો દીકરો હારૂન હૉલિડે ઉજવવા ગોવા ગયા હતા અને મુંબઇની ફ્લાઇટ પાછી પકડતા પહેલા આરટી-પીસીઆર ટેસ્ટમાં તે કોરોના પૉઝિટીવ આવ્યો છે. અમારા બન્નેમાં કોઈ લક્ષણો નથી અને તરત પોતાને આગળની તપાસ સુધી પોતાને ક્વૉરન્ટીન કરી લીધો છે. આ વેવ રિયલ છે."
ADVERTISEMENT
જણાવવાનું કે આ પહેલા આ વર્ષે બૉલિવૂડમાં અનેક સેલિબ્રિટીઝ કોરોના પૉઝિટીવ થઈ ચૂક્યા છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને તો કોરોનાને કારણે હૉસ્પિટલમાં પણ દાખલ થવું પડ્યું હતું. તાજેતરમાં જ કરીના કપૂર, અમ્રિતા અરોરા, સીમા ખાન અને મહીપ કપૂર પણ કોરોના પૉઝિટીવ આવ્યા હતા. કરીના કપૂરે થોડાક જ દિવસોમાં વાયરસને માત આપી દીધી અને હવે તે કોવિડ નેગેટિવ છે.

