રણવીર સિંહની ફિલ્મ '83'ની રિલીઝ ડેટ જાહેર, આ દિવસે થશે થિયેટરમાં રિલીઝ
ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે
બૉલીવુડ અભિનેતા રણવીર સિંહે ગુરૂવારે જાહેરાત કરી છે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ 83ને આ વર્ષે 4 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. એક વર્ષથી વધારે વિલંબ પછી રણવીર સિંહની ફિલ્મ 83ને આખરે નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. પદ્માવત અભિનેતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફૅન્સ સાથે આ ખુશખબરી શૅર કરી છે. જેમાં લખ્યું હતું, '4 જૂન 2021ના રોજ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં.'
View this post on Instagram
ADVERTISEMENT
રણવીર સિંહ બન્યા છે કપિલ દેવ
રણવીર સિંહ ફિલ્મમાં મહાન ભારતીય ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં નજર આવશે. જેમણે 1983માં ભારતને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ જીતાવ્યો હતો. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ રણવીર સિંહ સાથે મુખ્ય ભૂમિકામાં છે. મધુ મંટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટ દ્વારા ફિલ્મનું સહ0નિર્માણ કરવામાં આવી રહ્યું છે. કબીર ખાન દ્વારા અભિનીત આ ફિલ્મ મૂળ રૂપથી ગયા વર્ષે 10 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી.

