થઈ જાઓ તૈયાર, આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર
આવી રહ્યા છે જયેશભાઈ જોરદાર...
રણવીર સિંહ જોવા મળશે ગુજરાતીના પાત્રમાં. યશરાજ ફિલ્મ્સની નવી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે. અને તેમાં રણવીર ટીપિકલ ગુજરાતીના પાત્રમાં જોવા મળશે. મજાની વાત એ છે કે આ ફિલ્મને દિવ્યાંગ ઠક્કરે લખી છે. અને તે ફિલ્મને ડાયરેક્ટ પણ કરી રહ્યા છે. રણવીરે આ ફિલ્મ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કેવી ચાલી રહી છે તેની તૈયારી જુઓ આ વીડિયોમાં..
Where in the world did this kid come from?!?!? #DivyangThakkar is straight up JORDAAR !!! ??❤?? @yrf #JayeshbhaiJordaar pic.twitter.com/VIUszwSAbX
— Ranveer Singh (@RanveerOfficial) May 27, 2019
ADVERTISEMENT
રણવીરને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ખૂબ જ પસંદ આવી છે. ગલી બોય એક્ટરે આ વિશે વાત કરતા કહ્યું કે, "મે દેશના ટોચના ફિલ્મકારો સાથે કામ કર્યું છે. તેમણે મારામાં વિશ્વાસ રાખ્યો તેના માટે હું તેમને ઋણી છું. મે જે કાંઈ સિદ્ધીઓ આજે મેળવી છે તે તેમની દ્રષ્ટિનો કમાલ છે. હું ખુશ છું કે હું અત્યારે એવી સ્થિતિમાં છું કે હું સારા ટેલેન્ટને ઓળખી શકું છું અને તેનો સાથ પણ આપી શકું છે. અને આવા જ નવા ડિરેક્ટર-રાઈટર છે દિવ્યાંગ. જયેશભાઈ જોરદાર 83 પછી રીલિઝ થશે. ફિલ્મની સ્ક્રીપ્ટ ખૂબ જ અમેઝિંગ છે. જેથી મને તેમાં કામ કરવાની ઈચ્છા થઈ."
Its a ‘miracle script’!!! ?
— Ranveer Singh (@RanveerOfficial) May 27, 2019
Thrilled to announce my next film - ‘JAYESHBHAI JORDAAR’ ? @yrf #JayeshbhaiJordaar pic.twitter.com/Glo2Mmhh4U
મનીષ શર્માની આ ફિલ્મ ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. મનીષ શર્મા ફિલ્મ પર વાત કરતા કહે છે કે, "પ્રોડ્યુસર અને ફિલ્મકાર માટે સંતુલિત સ્ક્રીપ્ટ કે જેમાં મનોરંજન અને સંદેશો બેય વસ્તુઓ હોય તે જરૂરી છે. દિવ્યાંગની સ્ક્રિપ્ટ પણ આવી જ છે. અને હું તેના પર કામ કરવા ખૂબ જ ઉત્સાહિત છું. હું અને રણવીર આ ફિલ્મ માટે ઉત્સુક છીએ."