આ ફિલ્મ માટે ફરહાન અખ્તરે તેને પસંદ કર્યો ત્યારે પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.
રણવીર સિંઘ
રણવીર સિંહ હાલમાં જ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. ખૂબ જ ગરમી પડી રહી હોવા છતાં તે બ્લૅક ઓવરકોટમાં જોવા મળ્યો હોવાથી સોશ્યલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જોકે રણવીરે ઓવરકોટની સાથે ટોપી અને માસ્ક પણ પહેર્યા હતા. આથી તે ‘ડૉન 3’ના લુકને છુપાવી રહ્યો હોવાની અટકળો ચાલી રહી છે. શાહરુખ ખાનની જગ્યાએ હવે ‘ડૉન 3’માં રણવીર જોવા મળવાનો છે. આ ફિલ્મ માટે ફરહાન અખ્તરે તેને પસંદ કર્યો ત્યારે પણ તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો.