રણવીર સિંહ સારો 'સેક્સ ઉપચાર ડૉક્ટર' બની શકે: ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકર, રણવીર સિંહ (તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
અભિનેત્રી ભૂમિ પેડણેકર (Bhumi Pednekar) આજકાલ તેની ફિલ્મ ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારેને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેના અભિનયના ખુબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ ભૂમિ પેડણેકર અભિનેત્રી નેહા ધૂપિયા (Neha Dhupia)ના ચૅટ શો 'નો ફિલ્ટર નેહા'માં હાજરી આ હતી. જ્યાં તેણે અનેક સવાલોના જવાબ આપ્યા હતા. અભિનેત્રીએ આ શોમાં એક ખુલાસો પણ કર્યો. જેમાં તેણે અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) વિશે પણ એક ખુલાસો કર્યો હતો. ભૂમિએ કહ્યું હતું કે, રણવીર સિંહ સારો 'સેક્સ ઉપચાર ડૉક્ટર' બની શકે છે.
ચૅટ શો 'નો ફિલ્ટર નેહા'માં ભૂમિ પેડણેકરને નેહા ધૂપિયાએ સવાલ પૂછયો હતો કે, સેક્સ ઉપચાર ડૉક્ટર તરીકે કોઇનું નામ આપો ત્યારે ભૂમિએ રણવીર સિંહનું નામ આપ્યું હતું. તેણે કહ્યું હતુ કે, રણવીર પાસે શ્રેષ્ઠ તરકીબો છે. તે સારો 'સેક્સ ઉપચાર ડૉક્ટર' બની શકે છે.
ADVERTISEMENT
ભૂમિ પેડણેકરે અભિનેત્રી તરીકે ડેબ્યુ કરતા પહેલા યશ રાજ ફિલ્મ્સની કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ભૂમિએ કાસ્ટિંગ ડિરેક્ટર તરીકેના પોતાના જૂના દિવસોની યાદ તાજી કરી અને 'બેન્ડ બાજા બારાત'માં રણવીર સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. તેણે નેહા ધૂપિયાને કહ્યું હતું કે, તે ખુબ આનંદની વાત હતી. તેની એનર્જી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કામ કરવાની પણ બહુ મજા આવી હતી. મને થયું બાપ રે, શું અભિનેતા છે અને શું એનર્જી છે. એટલું જ નહીં, ભૂમિ પેડણેકરે રણવીર સિંહની ફિટનેસની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, તેની એનર્જી જબરજસ્ત છે. તેણે કાસ્ટિંગ ડિરેક્ટર શાનૂ પાસેથી જેટલુ સાંભળ્યુ હતું તેનાથી વધારે ફિટ સાબિત થયો હતો.
ભૂમિ પેડણેકરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ 'દુર્ગાવતી'માં એક IASની ભૂમિકા ભજવવાની છે. આ ફિલ્મ હોરર થ્રિલર છે.

