દુનિયાના બેસ્ટ ફુટબૉલ પ્લેયર્સને ઍક્શન મોડમાં જોવાનો અનુભવ અલગ જ હોય છે. - રણવીર
રણવીર સિંહે હાલમાં જ પ્રીમિયર લીગ ગેમ્સમાં હાજરી આપી હતી
રણવીર સિંહે હાલમાં જ પ્રીમિયર લીગ ગેમ્સમાં હાજરી આપી હતી. તે થોડા દિવસથી યુનાઇટેડ કિંગડમમાં છે અને તેણે ફુલ્હમ અને મૅન્ચેસ્ટર સિટી તેમ જ લેસ્ટર સિટી અને ઇવર્ટોનની મૅચમાં તેણે હાજરી આપી હતી. તેને ફુટબૉલ ખૂબ જ પસંદ છે અને એથી જ તેને જ્યારે સમય મળે ત્યારે તે મૅચ જોવા નીકળી જાય છે. ત્યાં તેણે ઘણી ક્લબના ફૅન્સ સાથે વાતચીત પણ કરી હતી. તેણે એસ્ટન વિલાના હાલના મૅનેજર ઉનાઇ ઇમેરી અને લેસ્ટર સિટીના એટેકર કેલેચી ઇહેનાચો સાથે પણ મુલાકાત કરી હતી. એ વિશે વાત કરતાં રણવીરે કહ્યું કે ‘મૅચ દરમ્યાન સ્ટેડિયમનો માહોલ ખૂબ જ મૅજિકલ હતો. દુનિયાના બેસ્ટ ફુટબૉલ પ્લેયર્સને ઍક્શન મોડમાં જોવાનો અનુભવ અલગ જ હોય છે. ચેલ્સીની સામે આર્સેનલની જીત જોવાની ખૂબ જ મજા આવી હતી. મિકેલ અર્ટેટા ટીમ સાથે મળીને ખૂબ જ સારું કામ કરી રહ્યા હતા. આ યુવાન ટૅલન્ટને જોવાનો પણ એક લહાવો હતો.’