આ ફિલ્મને રિલીઝ વખતે બૉક્સ-ઑફિસ પર સફળતા નહોતી મળી
ફિલ્મ ‘લુટેરા’
૨૦૧૩માં રિલીઝ થયેલી રણવીર સિંહ અને સોનાક્ષી સિંહા અભિનીત ફિલ્મ ‘લુટેરા’ ફરી પાછી થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને રિલીઝ વખતે બૉક્સ-ઑફિસ પર સફળતા નહોતી મળી, પરંતુ ઓવર ધ ટૉપ (OTT) પ્લૅટફૉર્મ પર એને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મને કલ્ટ રોમૅન્ટિક ફિલ્મનો ટૅગ પણ મળ્યો છે અને ફૅન્સ આ સમાચારથી ખૂબ ખુશ છે.
ફિલ્મમેકર વિક્રમાદિત્ય મોટવાણી દિગ્દર્શિત આ ફિલ્મની વાર્તા અને ગીતોએ લોકોનાં દિલોમાં જગ્યા બનાવી હતી. ‘સંવાર લૂં’, ‘શિકાયતેં’ અને ‘મનમર્ઝિયાં’ જેવાં ગીતો આજે ૧૨ વર્ષ બાદ પણ લોકપ્રિય છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાએ પહેલી વખત સ્ક્રીન શૅર કરી હતી. ખાસ વાત એ છે કે આ ફિલ્મ દ્વારા વિક્રાન્ત મેસીએ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ૭ માર્ચથી થિયેટરોમાં જોવા મળશે.

