રણવીર સિંહ અને રોહિત શેટ્ટી આવવાના છે લોકોને હસાવવા?
રોહિત શેટ્ટી અને રણવીર સિંહ
રણવીર સિંહ અને રોહિત શેટ્ટી એક શાનદાર કૉમેડી ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. આ બન્નેએ અગાઉ ‘સિમ્બા’માં સાથે કામ કર્યું હતું. જોકે આ તેમની પહેલાંની ફિલ્મો જેવી કે કૉપ યુનિવર્સ કે ‘ગોલમાલ’ સિરીઝ જેવી નહીં હોય. લૉકડાઉન દરમ્યાન રોહિતે એક કૉમેડી સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે. એનો બેઝિક આઇડિયા તેણે જ્યારે રણવીરને સંભળાવ્યો તો તે પણ આ ફિલ્મ માટે એક્સાઇટેડ થઈ ગયો છે અને તરત જ ફિલ્મ કરવા માટે તૈયાર થઈ ગયો છે. રણવીરે હા કહેતાં જ રોહિત હવે દિવસ-રાત સ્ક્રિપ્ટના ફાઇનલ ડ્રાફટ પર રાઇટર્સ સાથે મળીને કામ કરવા લાગ્યો છે. કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન પહેલાં રોહિત પાસે ‘ગોલમાલ 5’નો બેઝિક પ્લૉટ તૈયાર હતો. ‘સૂર્યવંશી’ બાદ તે આ ફિલ્મ પર જ કામ કરવાનો હતો. જોકે અજય દેવગનની પાસે આવતા એક વર્ષ માટે તારીખો નથી. એથી ‘ગોલમાલ 5’ને પાછળ ધકેલવામાં આવી છે. આ ફિલ્મને 2021ની દિવાળીમાં રિલીઝ કરવાની હોવાથી એનું શૂટિંગ આ વર્ષે શરૂ કરવામાં આવવાનું હતું. જોકે હવે ફિલ્મ 2021માં શરૂ કરવામાં આવશે.