મીડિયા સમક્ષ દીપિકા જ્યારે દુઆને લઈ આવી ત્યારે રડી પડી, રણવીર પણ ઇમોશનલ થઈ ગયો : કહ્યું કે દુઆ હજી સાડાત્રણ મહિનાની જ છે, યોગ્ય સમયે ફોટો પાડવા દઈશું
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ગઈ કાલે કેટલાક ચુનંદા ફોટોગ્રાફરોને તેમની દીકરી દુઆ પાદુકોણ સિંહના દીદાર કરાવ્યા હતા. જોકે તેમણે ફોટોગ્રાફરોને દુઆના ફોટો પાડવા નહોતા દીધા, પણ બન્નેએ પોતે પ્રેમસભર પોઝ આપ્યા હતા. રણવીર-દીપિકાએ તેઓ પ્રભાદેવીમાં જે બિલ્ડિંગમાં રહે છે એના ક્લબહાઉસમાં ગઈ કાલે જુદાં-જુદાં મીડિયા-પ્લૅટફૉર્મ્સના ફોટોગ્રાફરો માટે એક નાનકડું ફંક્શન રાખ્યું હતું, જેમાં તેઓ તસવીરકારો સમક્ષ દુઆને લઈ આવ્યા હતા. આ ફંક્શનમાં ‘મિડ-ડે’ના અસિસ્ટન્ટ ફોટો એડિટર નિમેશ દવે પણ ઉપસ્થિત હતા. દીપિકા જ્યારે ફોટોગ્રાફરો સામે સાડાત્રણ મહિનાની દુઆને લઈ આવી ત્યારે રીતસર તેની આંખોમાંથી હરખનાં આંસુ વહેવા લાગ્યાં હતાં અને રણવીર પણ ભાવુક થઈ ગયો હતો. બન્નેએ ફોટોગ્રાફરોને કહ્યું હતું કે દુઆ હજી ઘણી નાની છે અને યોગ્ય સમયે તેનો ફોટો પાડવા દઈશું.
08-09-2024- દુઆ પાદુકોણ સિંહનો જન્મદિવસ
ADVERTISEMENT
રણવીર-દીપિકાએ ફોટોગ્રાફરોને સાઉથ ઇન્ડિયન નાસ્તો કરાવ્યો હતો અને સિંધી મીઠાઈનું બૉક્સ આપ્યું હતું.