Ranveer Allahbadia Rescue: 10 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ તેઓએ મદદ માટે કોઈને બોલાવ્યા. ત્યારે નજીકમાં તરી રહેલા 5 લોકોના પરિવારે તેઓને બચાવી લીધા.
ગોવામાં એન્જોય કરતો રણવીર અલ્હાબાદિયા
જાણીતો યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ઘણીવાર કોઈને કોઈ પોડકાસ્ટને કારણે ચર્ચામાં રહેતું નામ છે. તાજેતરમાં રણવીર તેની ગર્લફ્રેન્ડ સાથે ગોવામાં ફરી રહ્યો હતો. ત્યારે તેની સાથે એક વિચિત્ર ઘટના (Ranveer Allahbadia Rescue) બની હતી તે વિષે આજે વાત કરવી છે. આ યુટ્યુબરે તેની ગર્લફ્રેન્ડ સાથે કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી ત્યારે તેણે ગોવામાં તેની સાથે થયેલ બનાવ પણ કહ્યો છે. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે તે ડૂબવાનો હતો. પરંતુ આઈપીએસ અધિકારીના ફેમિલીને કારણે તે બચી ગયો છે.
અમને તરી રહેલા પાંચ જણનાં પરિવારે બચાવ્યાં
ADVERTISEMENT
View this post on Instagram
રણવીર અલ્હાબાદિયાએ આખો બનાવ (Ranveer Allahbadia Rescue) શૅર કરતાં લખ્યું હતું કે, “આ મારા જીવનની સૌથી ખરાબ ક્રિસમસ રહી. અત્યારે અમે એકદમ સ્વસ્થ છીએ. પરંતુ ગઈકાલે સાંજે 6 વાગ્યાની આસપાસ, હું અને મારી ગર્લફ્રેન્ડ એક વિચિત્ર ઘટનામાંથી ઊગરી ગયાં. અમને બંનેને દરિયામાં તરવું ગમે છે. હું નાનપણથી સ્વિમ કરું છું, પરંતુ ગઈકાલે અમે ગોવામાં પાણીની અંદર ફસાઈ ગયા હતા. જોકે, તમારે એકલા બહાર તરીને આવવું સહેલું હોય છે, પરંતુ કોઈને તમારી સાથે ખેંચીને બહાર કાઢવું ખૂબ મુશ્કેલ છે. 5-10 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ અમે મદદ માટે કોઈને બોલાવ્યા. ત્યારે નજીકમાં તરી રહેલા 5 લોકોના પરિવારે અમને બચાવી લીધા.”
યુટ્યુબરે આપવીતી વર્ણવી – આઇપીએસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો
View this post on Instagram
રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia Rescue) લખે છે કે, “મોજામાં અમે ડૂબકી લગાવી રહ્યાં હતાં. જોકે, પાણીનાં ઓચિંતા આવેલા પ્રવહે અમને બંનેને ઉથલાવી દીધા. ત્યારબાદ અમે બંનેએ તરવાનો ખૂબ પ્રયાસ કર્યો. પણ, ત્યાં સુધી ઘણું બધુ પાણી મેં પી લીધું હતું. મેં મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. આઈપીએસ ઓફિસર અને તેમનાં આઈઆરએસ પત્નીનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કે જેઓએ અમને બંનેને બચાવ્યા”
તમને જણાવી દઈએ કે યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાની ખૂબ જ જાણીતી અને માનીતી ચેનલનું નામ બીયર બાઈસેપ્સ છે. યુટ્યુબ પર તેના 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે માત્ર તેની પ્રોફેશનલ લાઈફ માટે જ નહી પરંતુ તેની પર્સનલ લાઈફ માટે પણ સતત ચર્ચામાં (Ranveer Allahbadia Rescue) હોય છે. તેણે તાજેતરમાં ગોવામાં કરેલી ટ્રીપનાં ફોટોઝ શૅર કર્યા છે. જોકે, આ ફોટોઝમાં ચહેરો ક્લિયર દેખાતો નથી, પણ એવું લાગી રહ્યું છે કે તે નિક્કી શર્માને ડેટ કરી રહ્યો છે.
કોણ છે નિક્કી શર્મા?
‘સસુરાલ સિમર કા’ અને ‘પ્યાર કા પહેલા અધ્યાય શિવ શક્તિ’ જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં નિક્કી શર્માએ જબરદસ્ત રોલ કર્યા છે. જેને કારણે તેને ખૂબ જ લોકપ્રિયતા પણ મળી છે. એવી ચર્ચાઓ ચગી રહી છે કે નિક્કી શર્મા અને રણવીર અલ્હાબાદિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.