Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ :આમિરને મળવા ગઈ રાની અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ :આમિરને મળવા ગઈ રાની અને વધુ સમાચાર

02 May, 2024 06:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોઈ લો અનન્યાની બેબી જાનને , બે લેજન્ડ્સ એક ફ્રેમમાં

રાની મુખરજીની આમિર ખાન, તેની દીકરી આઇરા ખાન અને તેના હસબન્ડ નૂપુર શિખરે સાથે મુલાકાતની તસવીર

રાની મુખરજીની આમિર ખાન, તેની દીકરી આઇરા ખાન અને તેના હસબન્ડ નૂપુર શિખરે સાથે મુલાકાતની તસવીર


રાની મુખરજીએ આમિર ખાન, તેની દીકરી આઇરા ખાન અને તેના હસબન્ડ નૂપુર શિખરે સાથે મુલાકાત કરી હતી. એ મુલાકાતને યાદગાર બનાવવા એનો ફોટો મોબાઇલમાં ક્લિક કરવામાં આવ્યો હતો. એ ચારેયના ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને આઇરાએ કૅપ્શન આપી : લાંબા સમય બાદ મળ્યાં. 

હરગિઝ ઝુકેગા નહીં સાલા

અલ્લુ અર્જુને ગઈ કાલે ‘પુષ્પા 2 : ધ રૂલ’નું ગીત ‘પુષ્પા પુષ્પા’ રિલીઝ કર્યું હતું. ‘પુષ્પા : ધ રાઇઝ’નાં ડાયલોગ અને ડાન્સ-સ્ટેપ ખૂબ જ ફેમસ થયાં હતાં. એની સીક્વલના ગીતનાં પણ ખૂબ જ વખાણ થઈ રહ્યાં છે. ‘પુષ્પા પુષ્પા’ને દેવી શ્રી પ્રસાદ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને એનો હુક સ્ટેપ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ ગીતનું હિન્દી વર્ઝન મિકા સિંહ અને નકાશ અઝીઝ દ્વારા ગાવામાં આવ્યું છે. સાઉથની આ પહેલી એવી ફિલ્મ છે જેને બંગાળી ભાષામાં પણ ડબ કરવામાં આવશે. પંદરમી ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના સૉન્ગના અંતે ફેમસ ડાયલૉગ આવે છે કે હરગિઝ ઝુકેગા નહીં સાલા.

જોઈ લો અનન્યાની બેબી જાનને

અનન્યા પાન્ડેએ તેના પેટ ડૉગની મુલાકાત સોશ્યલ મીડિયા યુઝર્સ સાથે કરાવી છે. તેનું નામ રાયટ (Riot) રાખ્યું છે. ડૉગીના કેટલાક ફોટો તેણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યા છે. આ ક્યુટ ડૉગીને હાથમાં પકડીને ઊભી છે એવો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનન્યાએ લખ્યું છે : ‘ગાય્ઝ મારી બેબી જાન રાયટને હેલો કહો. આ આખા જગતમાં નાનકડું ક્યુટ લિટલ બૉય છે અને હું અેની પાછળ પાગલ છું.’

બે લેજન્ડ્સ એક ફ્રેમમાં

સિંગર શ્રેયા ઘોષાલ અને સિંગર સુનિધિ ચૌહાણની મુલાકાત એક જ ફ્લાઇટમાં થઈ ગઈ હતી. બન્નેએ સેલ્ફી લીધો અને પાઉટ પણ કર્યું હતું. બન્નેએ આ ફોટો શૅર કર્યો હતો. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રેયાએ કૅપ્શન આપી: સુનિધિ ચૌહાણ અને શ્રેયા ઘોષાલે ઇન્ટરનેટ બ્રેક કર્યું છે. ફોટો પર સુનિધિએ કમેન્ટ કરી કે, ‘ફ્લાઇટમાં ખૂબ મજા આવી હતી. લવ યુ.’


 



 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 06:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK