ટીઝરની શરૂઆતમાં જ રણદીપ હુડા વીર સાવરકરન રોલમાં જોવા મળે છે. તેમને ચાલતા જોઈ શકાય છે. ત્યારે બીજા સીનમાં આખા શહેરમાં આગ જોવા મળે છે
તસવીર સૌજન્ય: PR
લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે અભિનેતા રણદીપ હુડ્ડા (Randeep Hooda)ની ફિલ્મ `સ્વાતંત્ર્ય વીર સાવરકર` (Swatantrya Veer Savarkar)નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ વિનાયક દામોદર સાવરકર ઉર્ફે વીર સાવરકરના જીવન પર આધારિત છે. આજે સાવરકરની 140મી જન્મજયંતિ છે. આ અવસર પર, ફિલ્મના નિર્માતાઓએ ચાહકોને ફિલ્મની પ્રથમ ઝલક આપી છે. આ ટીઝર જોઈને તમારી રુવાંટી ઊભી થઈ જશે.
રણદીપની ફિલ્મનું ટ્રેલર રિલીઝ
ADVERTISEMENT
ટીઝરની શરૂઆતમાં જ રણદીપ હુડા વીર સાવરકરન રોલમાં જોવા મળે છે. તેમને ચાલતા જોઈ શકાય છે. ત્યારે બીજા સીનમાં આખા શહેરમાં આગ જોવા મળે છે. આ પછી તમે રણદીપને નદીમાં કૂદતા જોશો. આગની ઘટના વચ્ચે બ્રિટિશ રાજના પોલીસકર્મીઓ દ્વારા લોકોને માર મારવામાં આવી રહ્યો છે. ટીઝરમાં સાવરકરના રોલમાં રણદીપનો ચહેરો તો બતાવવામાં આવ્યો નથી, પણ તમે તેમનો અવાજ સાંભળી શકો છો.
તેઓ કહે છે કે, “સ્વાતંત્ર્ય સંગ્રામ 90 વર્ષ સુધી ચાલ્યો, પરંતુ માત્ર થોડા જ લોકો આ યુદ્ધ લડ્યા. બીજા બધા સત્તાના ભૂખ્યા હતા. ગાંધીજી ખરાબ નહોતા, પરંતુ જો તેઓ તેમના અહિંસક વિચારને વળગી ન રહ્યા હોત તો ભારત 35 વર્ષ વહેલા આઝાદ થઈ ગયું હોત. આ પછી રણદીપ હુડ્ડા સ્ક્રીન પ્ર આવે છે તેમના હાથ બાંધેલા છે. તમે તેને ક્રાંતિ કરતા, અંગ્રેજ પોલીસમેનના બેલ્ટનો માર ખાતા જોઈ શકો છો.
ટીઝર મુજબ, તે વીર સાવરકર હતા જેમણે ભગત સિંહ, સુભાષ ચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ અને સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા આપી હતી. તેઓ એવા ક્રાંતિકારીઓમાંના એક હતા, જેમનાથી અંગ્રેજો સૌથી વધુ ડરતા હતા. ટીઝરના અંતમાં રણદીપ હુડ્ડા કહે છે કે, “સોનેરી લંકા પણ કીમતી હતી, પરંતુ જો કોઈની આઝાદીની વાત હોય, ત્યારે રાવણ શાસક હોય કે અંગ્રેજ, દહન તો થશે જ. આ ડાયલોગ સાથે સીન ખૂબ જ પાવરફુલ લાગે છે.
ફિલ્મ `સ્વાતંત્ર્ય વીર સાવરકર` રણદીપ હુડ્ડા દ્વારા નિર્દેશિત છે. નિર્દેશક તરીકે આ તેની પ્રથમ ફિલ્મ છે. ટીઝર પરથી જ સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ માટે અભિનેતાએ ઘણી મહેનત કરી છે. તેનો લૂક અને બોડી ટ્રાન્સફોર્મેશન જોવા જેવું છે. ફિલ્મના ટાઈટલમાં #WhoKilledHisStory ટેગલાઈન ઉમેરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ કેવી છે. રણદીપ હુડ્ડાએ હજુ સુધી ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી નથી.
ફિલ્મનું નિર્માણ રણદીપ હુડ્ડા અને આનંદ પંડિત દ્વારા કરવામાં આવ્યું છે.