આ ફિલ્મને લઈને કૉપીરાઇટનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું હતું
‘જુગ જુગ જિયો’નું પોસ્ટર
રાંચી કોર્ટે હવે ‘જુગ જુગ જિયો’ને રિલીઝ કરવાનાં ફરમાન આપ્યાં છે. આ ફિલ્મને લઈને કૉપીરાઇટનું ઉલ્લંઘન થયું હોવાનું જાણવા મળ્યું હતું. વિશાલ સિંહ નામના રાઇટરે આ ફિલ્મની સ્ક્રિપ્ટ ચોરી કરી હોવાનો આરોપ કર્યો હતો અને એના માટે રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. તેનું કહેવું હતું કે તેણે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ સાથે પોતાની ‘બન્ની રાની’ નામની સ્ટોરી શૅર કરી હતી, પરંતુ તેમના વતી કોઈ સકારાત્મક જવાબ નહોતો મળ્યો. હવે એની સ્ટોરીને લઈને કરણ જોહરે ફિલ્મ બનાવી એથી વિશાલ સિંહે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને ફિલ્મની રિલીઝને અટકાવવાની અપીલ કરી હતી. એના પર ગઈ કાલે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં ફિલ્મની રિલીઝનો માર્ગ મોકળો કરી દીધો છે. પારિવારિક સ્ટોરી દેખાડતી અનિલ કપૂર, નીતુ કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણીની આ ફિલ્મ આજે રિલીઝ થઈ રહી છે.