હાલમાં રણબીર, આલિયા અને નીતુ કપૂર આ બંગલાનું કામ જોવા ગયાં હતાં
રણબીર કપૂર તેની દીકરી રાહા કપૂર સાથે
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના બાંદરાના પાલી હિલમાં આવેલા બંગલાનું બાંધકામ ચાલી રહ્યું છે. હવે એવું જાણવા મળ્યું છે કે ૨૫૦ કરોડ રૂપિયાની કિંમત ધરાવતો આ બંગલો રણબીર કપૂર તેની દીકરી રાહા કપૂરને ગિફ્ટ કરવાનો છે. હાલમાં રણબીર, આલિયા અને નીતુ કપૂર આ બંગલાનું કામ જોવા ગયાં હતાં. રણબીર આ બંગલો પોતાના નામની સાથે તેની દોઢ વર્ષની દીકરીના નામે પણ કરવાનો છે. એટલે રાહા બૉલીવુડની સૌથી નાની ઉંમરની ધનવાન સ્ટાર કિડ બનશે. રણબીર અને આલિયાએ આ ડ્રીમ હાઉસ બનાવવા માટે ખૂબ પરસેવો પાડ્યો છે. એવું કહેવાય છે કે શાહરુખ ખાનના મન્નત અને અમિતાભ બચ્ચનના જલસા કરતાં આ બંગલાની કિંમત વધુ છે. મન્નતની કિંમત હાલમાં ૨૦૦ કરોડ રૂપિયાની આસપાસ છે.