Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બેબીના બર્થ-ડે પર આલિયાએ શૅર કરી પોતાની ફૅમિલીની મસ્ત તસવીરો

બેબીના બર્થ-ડે પર આલિયાએ શૅર કરી પોતાની ફૅમિલીની મસ્ત તસવીરો

29 September, 2024 02:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધૂમ 4’માં રણબીર મુખ્ય ભૂમિકામાં હશે અને આ રોલ વિલનનો હશે એવી ચર્ચા છે.

બેબીના બર્થ-ડે પર આલિયાએ શૅર કરી પોતાની ફૅમિલીની મસ્ત તસવીરો

બેબીના બર્થ-ડે પર આલિયાએ શૅર કરી પોતાની ફૅમિલીની મસ્ત તસવીરો


રણબીર કપૂરની ગઈ કાલે ૪૨મી વર્ષગાંઠ હતી એ નિમિત્તે વાઇફ આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ પર કેટલાક એવા ફોટો શૅર કર્યા હતા જે ચાહકોએ આજ સુધી નથી જોયા. આ તસવીરોમાં રણબીર, આલિયા, રાહા ત્રણેય; રણબીર અને રાહા; રણબીર અને આલિયા જોવા મળે છે.




આ તસવીરો સાથે રણબીર માટે ‘હૅપી બર્થ-ડે બેબી’ વિશ કરીને આલિયાએ ખાસ તો ત્રણેય એક વૃક્ષને બાથમાં લઈ રહ્યાં છે એ ફોટોના સંદર્ભમાં લખ્યું : ક્યારેક તમને બસ એક મોટા હગની (એટલે કે જપ્પીની) જરૂર હોય છે... અને તમે જીવનમાં એકાત્મતાની લાગણી અનુભવો.


‘ધૂમ 4’માં રણબીર કપૂર હશે મુખ્ય ભૂમિકામાં?
યશરાજ ફિલ્મ્સની ‘ધૂમ’ સિરીઝની ચોથી આવૃત્તિમાં રણબીર કપૂર મુખ્ય ભૂમિકામાં હશે એવી ચર્ચા આજકાલ બૉલીવુડમાં ચાલી રહી છે. ‘ધૂમ 4’માં રણબીર મુખ્ય ભૂમિકામાં હશે અને આ રોલ વિલનનો હશે એવી ચર્ચા છે. એવી પણ વાત છે કે ‘ધૂમ’ સિરીઝના અગાઉના કોઈ કલાકારો ચોથી આવૃત્તિમાં નહીં હોય અને બે નવા ઍક્ટરોને પોલીસના પાત્ર માટે પસંદ કરવામાં આવશે.


ફોટોગ્રાફરોએ લાવેલી કેક કાપી રણબીરે


રણબીર કપૂરે ગઈ કાલે મીડિયાના ફોટોગ્રાફરો દ્વારા લાવવામાં આવેલી કેક કાપીને તેમની સાથે પણ ૪૨મી વર્ષગાંઠ ઊજવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK