આલિયા ભટ્ટ અતિશય રોમૅન્ટિક છે
રણબીર કપૂર
રણબીર કપૂરની ‘ઍનિમલ’ ગઈકાલે રિલીઝ થઈ છે. એ ફિલ્મમાં દેખાડવામાં આવે છે કે તે માઉન્ટનમાં જઈને રશ્મિકા મંદાના સાથે લગ્ન કરે છે. એ વસ્તુ રણબીરને ખૂબ રોમૅન્ટિક લાગે છે. જો તેણે પણ આલિયા ભટ્ટ સાથે આવી રીતે પહાડોમાં જઈને લગ્ન કર્યા હોત તો તે ખુશ થઈ હોત એવુ રણબીરનું માનવુ છે. પોતાના રોલ વિશે રણબીરે કહ્યું કે ‘તે વિદેશમાં સ્ટડી કરે છે. તે ઍરોનોટિકલ એન્જિનિયર છે. ખાનગી વિમાનોનો કાફલો હોય છે અને તે પોતે એને ઉડાવે છે. પ્લેન જ્યારે હવામાં હોય છે ત્યારે એમાં એક ઑટો પાઇલટનું બટન હોય છે એને ઑન કરવાનું હોય છે અને પ્લેન ઉડ્યા કરે છે. સિનેમાનો એ ફાયદો લઈને તમે એ કરી શકો છો એ તો ગીતનો ભાગ છે. મને લાગે છે કે ડિરેક્ટર સંદીપ એવુ દેખાડવા માગે છે કે મારુ પાત્ર જેને લગ્ન કરવાનો છે તેના હાથમાં પોતાનું જીવન સોંપી દે છે. તેઓ લગ્ન કરવાના હોય છે. તેઓ પહાડોમાં જઈને લગ્ન કરવાના છે. એથી મને લાગે છે કે એ રોમૅન્ટિક બાબત છે. મને પણ મારા પાર્ટનર સાથે આવી રીતે લગ્ન કરવાની તક મળી હોત તો સારુ હોત. તે પણ ખૂબ ખુશ થઈ હોત કે ક્યાંક ફ્લાઇ કરીને જવાનું છે, લગ્ન કરવાના છે અને ઘરે પાછા ફરવાનું છે. એ અતિશય રોમૅન્ટિક છે.’

