રણબીર કપૂરના ટ્રેઇનરે હાલમાં તેનો એક ફોટો શૅર કર્યો છે
‘મક્કાર’ ઍબ્સ
રણબીર કપૂરના ટ્રેઇનરે હાલમાં તેનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે સિક્સ-પૅક ઍબ્સ દેખાડી રહ્યો છે. આ બૉડી તેણે ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’ માટે બનાવી હતી. આ ફિલ્મમાં રણબીર સિક્સ-પૅક ઍબ્સમાં જોવા મળી રહ્યો છે અને તે પોતે મક્કાર હોય એવું કહે છે. આ ફિલ્મને લવ રંજને ડિરેક્ટ કરી છે. રણબીરનો ફોટો શૅર કરીને તેના ટ્રેઇનરે કૅપ્શન આપી હતી, ‘તમે જે જોઈ રહ્યા છો એ એક ડિસિપ્લિન લાઇફ સ્ટાઇલ, ડેડિકેશન અને હાર્ડવર્કનું રિઝલ્ટ છે. આ એક ટીમ એફર્ટ છે અને એમાં જ્યાં સુધી તમે ૧૦૦ ટકા નહીં આપો ત્યાં સુધી આ રિઝલ્ટ નહીં મળે. ન્યુટ્રિશન, સપ્લિમેન્ટ્સ અને ટ્રેઇનિંગ બધું સમજ્યા, પરંતુ જ્યાં સુધી આ બૉડી મેળવવાની ઝંખના અથવા તો ધગશ ન હોય ત્યાં સુધી એ નહીં મેળવી શકાય. આને માટે સવારે ચાર વાગ્યે ટ્રેઇનિંગ સેશન લેવામાં આવતું હતું. રાતે સાડાઅગિયાર વાગ્યે પણ અને શૂટની વચ્ચે પણ સમય કાઢવામાં આવતો હતો. રણબીરે આ બધું કર્યું છે. પ્રોફેશનલ લાઇફ સાથે પર્સનલ લાઇફને બૅલૅન્સ કરવી પડે છે. આ બધી વસ્તુ બુક વાંચીને નથી મેળવી શકાતી. હવે એનું ‘ધ ઍનિમલ’ લુક લોકો સાથે શૅર કરવા માટે ઉત્સુક છું.’
ત્રણ દિવસમાં ૩૬.૫૯ કરોડનો બિઝનેસ કર્યો રણબીર અને શ્રદ્ધાની ફિલ્મે
ADVERTISEMENT
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ ત્રણ દિવસમાં ૩૬.૫૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બુધવારે એટલે કે હોળી દરમ્યાન રિલીઝ થઈ હતી. લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે બુધવારે ૧૫.૭૩ કરોડ, ગુરુવારે ૧૦.૩૪ કરોડ અને શુક્રવારે ૧૦.૫૨ કરોડ સાથે કુલ ૩૬.૫૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ શનિવારે અને રવિવારે વધુ બિઝનેસ કરશે એવી આશા સેવાઈ રહી છે. ‘પઠાન’ બાદ આ પહેલી ફિલ્મ છે જેને સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે અને લવ રંજન તેની ફૉર્મ્યુલા દ્વારા લોકોને થિયેટર્સમાં લાવવામાં સફળ રહ્યો છે.