જોકે તેણે કહ્યું કે હું હજી સુધી પહેલી પત્નીને મળ્યો નથી
રણબીર કપૂર, આલિયા ભટ્ટ
રણબીર કપૂરે એક ચોંકાવનારી વાત કહી છે. તેણે કહ્યું છે કે આલિયા મારી પહેલી પત્ની નથી અને હું હજી સુધી મારી ‘પહેલી પત્ની’ને મળ્યો નથી.
હાલમાં રણબીરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે થોડાં વર્ષ પહેલાં એક યુવતી મારા ઘરના દરવાજે એક પંડિત સાથે આવી હતી અને ગેટ સાથે જ લગ્ન કરી લીધાં હતાં. રણબીરે ખુલાસો કર્યો કે હું હજી પણ મારી ‘પહેલી પત્ની’ને મળવાની રાહ જોઈ રહ્યો છું.
ADVERTISEMENT
રણબીરે જણાવ્યું હતું કે ‘મને યાદ છે કે જ્યારે મેં કરીઅરની શરૂઆત કરી હતી ત્યારે એક છોકરીએ મારા ઘરના ગેટ સાથે લગ્ન કરી લીધાં હતાં. હું તેને ક્યારેય મળ્યો નથી, પરંતુ મારા વૉચમૅને મને કહ્યું હતું કે એ યુવતી પંડિત સાથે આવી હતી અને મારા ગેટ પર જ લગ્ન કરી લીધાં હતાં. જે બંગલામાં હું મારાં મમ્મી-પપ્પા સાથે રહેતો હતો ત્યાં ગેટ પર થોડાં ફૂલ પડેલાં હતાં. હું એ વખતે શહેરની બહાર હતો. મને લાગે છે કે ફૅન્સનો આ વધારે પડતો લગાવ છે. હું હજી સુધી મારી પહેલી પત્નીને મળ્યો નથી, એથી હું ક્યારેક તેને મળવાની રાહ જોઈ રહ્યો છું. એ રીતે આલિયા મારી પહેલી પત્ની નથી.’

