તેમણે ‘બ્રહ્માસ્ત્ર : પાર્ટ વન શિવા’માં કામ કર્યું છે. આ ફિલ્મ હવે ડિઝની + હૉટસ્ટાર પર આજે સ્ટ્રીમ થઈ રહી છે.
આયાન મુખરજી
આયાન મુખરજીનું કહેવું છે કે ફિલ્મની જર્નીથી લઈને મારી લાઇફમાં પણ રણબીર કપૂરનું યોગદાન ખૂબ જ મહત્ત્વનું રહ્યું છે. તેમણે ‘બ્રહ્માસ્ત્ર : પાર્ટ વન શિવા’માં કામ કર્યું છે. આ ફિલ્મ હવે ડિઝની + હૉટસ્ટાર પર આજે સ્ટ્રીમ થઈ રહી છે. આ ફિલ્મ વિશે આયાન મુખરજીએ કહ્યું કે ‘અમે જ્યારે પાત્રને લખવાનું શરૂ કર્યું ત્યારે હું ખૂબ જ ક્લિયર હતો કે મારે કેવું પાત્ર જોઈએ છે અને તેની પાસે મારે શું કરાવવાનું છે. હું નસીબદાર છું કે આ ફિલ્મને દેશની બેસ્ટ ટૅલન્ટ દ્વારા સપોર્ટ મળ્યો છે. મને સપોર્ટ કરવા બદલ હું ફિલ્મની કાસ્ટનો આભાર માનું છું. આજે ‘બ્રહ્માસ્ત્ર’ જે છે એ તેમના કારણે છે.’
રણબીર સાથેના રિલેશન વિશે વાત કરતાં આયાને કહ્યું કે ‘આ મુસાફરીમાં તે એક સાચો પાર્ટનર રહ્યો છે. મને આ ફિલ્મ બનાવવાનો આઇડિયા જ્યારે આવ્યો ત્યારે સૌથી પહેલાં મેં રણબીરને કહ્યો હતો. ફિલ્મની બહારની વાત કરું તો ઍક્ટર તરીકે કૉન્ટ્રિબ્યુટ કરવાની સાથે તે મારા માટે એક ફૅમિલી પણ છે. તેણે મને હંમેશાં સપોર્ટ કર્યો છે. મારા કામ, મારી લાઇફ, મારી કરીઅર અને ખાસ કરીને ‘બ્રહ્માસ્ત્ર’માં તેણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે.’

