એક્સ્ટેન્ડેડ વીક-એન્ડમાં ૭૦.૨૪ કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ
શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ રવિવારે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે પાંચ દિવસમાં ટોટલ ૭૦.૨૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હોલી દરમ્યાન રિલીઝ થયેલી આ ફિલ્મે ઓપનિંગ વીક-એન્ડમાં આ બિઝનેસ કર્યો છે. જોકે એ બુધવારે રિલીઝ થઈ હોવાથી એક્સ્ટેન્ડેડ વીક-એન્ડમાં એની ગણતરી કરવામાં આવે છે. આ ફિલ્મે બુધવારે ૧૫.૭૩ કરોડ, ગુરુવારે ૧૦.૩૪ કરોડ, શુક્રવારે ૧૦.૫૨ કરોડ, શનિવારે ૧૬.૫૭ કરોડ અને રવિવારે ૧૭.૦૮ કરોડની સાથે ટોટલ ૭૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી સો કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. રણબીર કપૂરની ફિલ્મ ઘણા સમય બાદ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. શ્રદ્ધા કપૂર પણ ઘણા સમય બાદ સ્ક્રીન પર જોવા મળી છે અને તેણે પણ લાંબા સમય બાદ હિટ આપી છે.