રણબીર અને આલિયા બાંદરામાં એક લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ વાસ્તુમાં રહે છે. નવા ઘરનું કામ પૂરું થતાં તેઓ આ ઘરમાં શિફ્ટ થઈ જશે.
રણબીર કપૂર , નીતુ કપૂર , અલિયા ભટ્ટ
રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂર બાંદરાના પાલી હિલમાં આવેલા તેમના નવા મકાનનું બાંધકામ જોવા ગયાં હતાં એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં જોવા મળે છે કે રણબીર બાલ્કનીમાંથી બહાર જોઈ રહ્યો છે. આલિયા અને નીતુ કપૂર અલગ-અલગ કારમાં આવે છે અને બન્ને એકમેકને ગળે મળે છે. તેમના બંગલાનું કામ મોટા ભાગે પૂરું થવા આવ્યું છે. રણબીર અને આલિયા બાંદરામાં એક લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ વાસ્તુમાં રહે છે. નવા ઘરનું કામ પૂરું થતાં તેઓ આ ઘરમાં શિફ્ટ થઈ જશે.