નરેન્દ્ર મોદીને મળવા ગયેલા કપૂર પરિવારના સભ્યોમાં નીતુ કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂરનો સમાવેશ હતો
દિલ્હી પહોંચેલાં કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, કરીના કપૂર અને રણબીર કપૂર
કપૂર પરિવાર ગઈ કાલે દિલ્હી જઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો. ૧૪ ડિસેમ્બરે રાજ કપૂરની જન્મશતાબ્દી છે એ નિમિત્તે થનારા સેલિબ્રેશન માટેનું વડા પ્રધાનને આમંત્રણ આપવા કપૂર પરિવાર તેમને મળ્યો હતો.
નરેન્દ્ર મોદીને મળવા ગયેલા કપૂર પરિવારના સભ્યોમાં નીતુ કપૂર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરિશ્મા કપૂરનો સમાવેશ હતો. ૧૯૭૧માં ભારત સરકારે રાજ કપૂરને આર્ટ્સ પ્રત્યેના તેમના યોગદાન બદલ પદ્મભૂષણના ખિતાબથી નવાજ્યા હતા. ત્યાર બાદ ભારત સરકારે ૧૯૮૮માં રાજ કપૂરને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન સમા દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી નવાજ્યા હતા.