રાણા દગુબટ્ટી પૅશન માને છે ઍક્ટિંગને
રાણા દગુબટ્ટી
રાણા દગુબટ્ટીનું કહેવું છે કે ઍક્ટિંગ તેના માટે પૅશન છે. એના દ્વારા તે સ્ક્રીન પર સ્ટોરી કહે છે. તેણે ૨૦૧૦માં તેલુગુ ફિલ્મ ‘લીડર’થી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. બૉલીવુડમાં પણ તેણે પોતાના અભિનયની છાપ છોડી છે. ‘બાહુબલી’ સિરીઝમાં પણ તેની ઍક્ટિંગ દમદાર હતી. પોતાની ઍક્ટિંગની જર્ની વિશે રાણા દગુબટ્ટીએ કહ્યું હતું કે ‘મને ઍક્ટિંગ કરવી ગમે છે. આ એક એવી વસ્તુ છે જે હું જાણું છું અને મને એ કરવી પણ પસંદ છે. હું ઍક્ટિંગ માટે પૅશનેટ છું. હું ૧૭ વર્ષનો હતો ત્યારે મેં કામ કરવાની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : પાવરફુલ રોલ કરવામાં જરા પણ રસ નથી પંકજ ત્રિપાઠીને
ADVERTISEMENT
મેં વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ઍક્ટિંગ, ફિલ્મો પ્રોડ્યુસ કરવી અને ઑન્ટ્રપ્રનોરની પણ ભૂમિકા ભજવી છે. સ્ટોરી કહેવાની કળા કહેવી મને ખૂબ પસંદ છે. ફિલ્મો દ્વારા હું મારી એ પસંદગીને પૂરી કરી શકું છું.’