એડિટેડ ફોટો શૅર કરવા બદલ સોશ્યલ મીડિયા પર ભડક્યા લોકો
રામ ગોપાલ વર્મા , શ્રીદેવી
AIની મદદથી બનાવેલો શ્રીદેવીનું અપમાન કરતો ફોટો શૅર કરી તેણે લખ્યું હતું કે ‘તેને મળવા માટે હું સ્વર્ગમાં આવ્યો છું.’ રામ ગોપાલ વર્માએ શ્રીદેવીનો જે ફોટો શૅર કર્યો છે એને લઈને તેની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. તેમણે બન્નેએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રામ ગોપાલ વર્મા ઘણી વાર શ્રીદેવી પ્રત્યેના તેના પ્રેમ વિશે જાહેરમાં કહેતો આવ્યો છે. તેમ જ તેણે એ પણ કહ્યું હતું કે શ્રીદેવી ઇન્ડિયાની સૌથી મોટી મહિલા સુપરસ્ટાર હતી. જોકે તેમની સાથેનો AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)ની મદદથી બનાવેલો મૉર્ફ્ડ ફોટો રામ ગોપાલ વર્માએ શૅર કરતાં તેને નિર્દય કહેવામાં આવી રહ્યો છે. ૨૦૧૮ની ૨૪ ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઈમાં મૃત્યુ થયું હતું. તેના મૃત્યુ બાદ પણ તેનો મૉર્ફ કરેલો ફોટો શૅર કરવો અને એમાં પણ બાજુમાં બેસીને સિગારેટ પીવી એ લોકોને પસંદ નથી આવ્યું. આ ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કરીને રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું કે ‘તેને મળવા માટે હું સ્વર્ગમાં આવ્યો છું.’