આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે.
રકુલપ્રીત સિંહ અને જૅકી ભગનાણી
રકુલપ્રીત સિંહનું માનવું છે કે જૅકી ભગનાણી તેના માટે સૅન્ટા પાસેથી મળેલી બેસ્ટ ગિફ્ટ છે. ગઈ કાલે તેનો બર્થ-ડે હતો. આ બન્ને ઘણા સમયથી રિલેશનમાં છે. સોશ્યલ મીડિયામાં બન્ને એકબીજાના ફોટો શૅર કરે છે. એકબીજાના ઘરે પણ જાય છે. જૅકી ભગનાણી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘સૅન્ટાએ મને લાઇફની બેસ્ટ ગિફ્ટ આપી છે અને એ તું છે. હૅપી બર્થ-ડે માય લવ. તું જે છે એના માટે આભાર. તેં મારી લાઇફને ખુશી અને આનંદથી ભરી દીધી છે. તારી બધી ઇચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના કરું છું. હંમેશાં હસતો રહે.’