અભિનેત્રી રકુલ પ્રીત સિંહ થઈ કોરોના પૉઝિટીવ, ઇન્સ્ટાગ્રામ પર લખી આ વાત
રકુલ પ્રીત સિંહ (ફાઇલ ફોટો)
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ કોરોના પૉઝિટીવ થઈ ગઈ છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી છે. રકુલ પ્રીત સિંહે લખ્યું કે, "હું તમને બધાને જણાવવા માગું છું કે હું કોરોના પૉઝિટીવ થઈ ગઈ છું. મેં પોતાને ક્વૉરંટાઇન કરી લીધું છે. હું સારું અનુભવી રહી છું. ટૂંક સમયમાં જ શૂટિંગ પર પાછી ફરીશ. મને તાજેતરમાં મળનારા દરેકને આગ્રહ છે કે તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. કૃપયા સેફ રહો, આભાર." રકુલ પ્રીત સિંહે તાજેતરમાં MayDay ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ ફિલ્મનું ડિરેક્શન અજય દેવગન કરી રહ્યો છે.
રકુલ પ્રીત સિંહ સિવાય આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અજય દેવગન દેખાવાના છે. તાજેતરમાં રકુલ પ્રીતે ફિલ્મના સે પરથી પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. આ પહેલા અજય દેવગને જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે રકુલપ્રીત સિંહે કહ્યું હતું કે હું આની રાહ જોઇ શકતી નથી.
ADVERTISEMENT
View this post on Instagram
અજય દેવગને લખ્યું હતું, "સ્ટાર્ટ-ટૂ-ફિનિશ શેડ્યૂલ સાથે MayDayફિલ્મનું શૂટ કરવા બાબતે આનંદ અનુભવું છું. પેરેન્ટ્સ અને ઇશ્વરનો આશીર્વાદ લીધો છે. મારા ચાહકોના સપોર્ચ વગર કંઇપણ પૂરું નહીં થઈ શકે. ફિલ્મ 29 એપ્રિલ, 2022ના રિલીઝ થશે."
અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ સ્ટાર સહિત અત્યાર સુધી અનેક ફિલ્મી સેલિબ્રિટીઝ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તાજેતરમાં જ જુગ જુગ જિયો ફિલ્મના ડિરેક્ટર રાજ મેહતા પણ કોરોના પૉઝિટીવ થયા હતા. આ સિવાય ફિલ્મની સ્ટાર કાસ્ટમાં સામેલ નીતૂ કપૂર અને વરુણ ધવન પણ કોરોના પૉઝિટીવ થયા હતા જો કે, હવે ત્રણેયે કોરોનાને માત આપી દીધી છે અને 19 ડિસેમ્બરથી ફરી એકવાર ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે. કિયારા અડવાણી અને અનિલ કપૂર પણ આ ફિલ્મનો ભાગ છે.

