રકુલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ
રકુલ પ્રીત સિંહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ૨૨ ડિસેમ્બરે તેનો કોરોનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જોકે હવે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં રકુલે ટ્વીટ કર્યું હતું કે ‘મને એ જણાવતાં ખુશી થાય છે કે મારો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું એકદમ ફાઇન છું. તમારી શુભેચ્છા અને પ્રેમ બદલ આભાર. સારી હેલ્થ અને પૉઝિટિવિટી દ્વારા ૨૦૨૧ને શરૂ કરવા માટે ખૂબ જ આતુર છું. આપણે જવાબદાર બનીએ, માસ્ક પહેરીએ અને દરેક પ્રકારની કાળજી રાખીએ.’

