થૅન્ક ગૉડનું શૂટિંગ શરૂ કર્યું રકુલે
રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહે તેની આગામી ફિલ્મ ‘થૅન્ક ગૉડ’નું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળશે. આ એક કૉમેડી ફિલ્મ રહેવાની છે. પોતાનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને રકુલે કૅપ્શન આપી હતી, ‘નવી ફિલ્મ પહેલાંનો આ ખુશખુશાલ ચહેરો.’

