Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી લાઇફ વિશે મને જ જાણ નથી : રકુલપ્રીત ​સિંહ

મારી લાઇફ વિશે મને જ જાણ નથી : રકુલપ્રીત ​સિંહ

Published : 14 October, 2022 04:10 PM | Modified : 14 October, 2022 04:27 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવતા વર્ષે જૅકી ભગનાણી સાથે લગ્ન થવાની અફવા વિશે તેણે આવું કહ્યું

રકુલપ્રીત ​સિંહ

રકુલપ્રીત ​સિંહ


રકુલપ્રીત ​સિંહનાં લગ્ન જૅકી ભગનાણી સાથે આવતા વર્ષે થવાનાં છે એવી અફવા પર તેણે જણાવ્યું કે મારી લાઇફ વિશે મને જ જાણ નથી. રકુલપ્રીતના ભાઈ અમનપ્રીતે કન્ફર્મ કર્યું છે કે આ બન્ને એક વર્ષથી રિલેશનમાં છે એથી તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનાં છે. એ વિશે અમનપ્રીતે કહ્યું કે ‘જૅકી ભગનાણીના કેટલાક પ્રોજેક્ટ્સમાં રકુલે કામ કર્યું છે. હા, લગ્ન તો બન્ને કરવાનાં છે, પરંતુ હજી સુધી કોઈ પ્લાનિંગ નથી. લગ્ન કરવાનું જ્યારે નક્કી કરવામાં આવશે ત્યારે તે જાતે જ જાહેર કરશે. કોઈ પણ રિલેશનમાં લગ્ન ક્લાઇમૅક્સ છે. ભારતીય સિનેમામાં જૅકી ટૉપ પ્રોડ્યુસરમાંનો એક છે. તેના માઇન્ડમાં હજી અનેક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. બન્ને હાલમાં તેમની લાઇફમાં બિઝી છે. તેમનાં પોતાનાં લક્ષ્ય છે.’


આ વાત રકુલની જાણમાં આવતાં જ તેણે એ ન્યુઝની કૉપી ટ્વિટર પર શૅર કરી હતી. સાથે જ પોતાના ભાઈ અમનપ્રીતને ટૅગ કરીને ટ્વિટર પર રકુલે ટ્વીટ કર્યું હતું, ‘તેં જ જાતે નક્કી કરી લીધું અને મને જણાવ્યું પણ નહીં ભાઈ? આ ખરેખર મજેદાર છે કે મારી લાઇફ વિશે મને જ જાણ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2022 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK