અજય દેવગન સાથે ફરી દેખાશે રકુલ
રકુલ પ્રીત સિંહ, અજય દેવગન
રકુલ પ્રીત સિંહ ‘દે દે પ્યાર દે’ બાદ ફરીથી અજય દેવગન સાથે ‘મે ડે’માં કામ કરવાને લઈને થનગની રહી છે. આ ફિલ્મને અજય દેવગન પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં હૈદરાબાદમાં કરવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પાઇલટના રોલમાં જોવા મળશે. જોકે અમિતાભ બચ્ચન કયો રોલ ભજવવાના છે એ જાણવા નથી મળ્યું. ફિલ્મને લઈને પોતાની ખુશી વ્યક્ત કરતાં રકુલે કહ્યું હતું કે ‘મેં પહેલાં પણ અજય સર સાથે કામ કર્યું છે અને તેમની સાથે ફરીથી ફિલ્મમાં કામ કરવાની તક મળી છે, જેમાં તેઓ મારા કો-પાઇલટ છે. આ ફિલ્મમાં તેઓ ન માત્ર મારા કો-સ્ટાર પરંતુ ડિરેક્ટર પણ છે. મેં જ્યારે ઍક્ટર બનવાનો નિર્ણય લીધો ત્યારે અન્ય ઊભરતા કલાકારોની જેમ મારું પણ સપનું મિસ્ટર બચ્ચન સાથે કામ કરવાનું હતું. જોકે હવે હું ખુશ છું કે મને આ ફિલ્મ દ્વારા તેમની સાથે સ્ક્રીન શૅર કરવા મળશે અને મારું સપનું પૂરું થશે.’

