તે આ રેસ્ટોરાં દ્વારા ફક્ત બિઝનેસ નહીં, હેલ્ધી લાઇફસ્ટાઇલને પણ પ્રમોટ કરવા માગે છે
રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંહ રેસ્ટોરાંના બિઝનેસમાં આવી રહી છે. તેણે હાલમાં જ જૅકી ભગનાણી સાથે લગ્ન કર્યાં છે. લગ્ન બાદ તે હવે બિઝનેસ પર ફોકસ કરી રહી છે. આ તેનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ છે. તે હૈદરાબાદના માધાપુરમાં ૧૬ એપ્રિલથી ડાઇન-ઇન રેસ્ટોરાં શરૂ કરી રહી છે. તે ઇન્ડિયાની ક્લાઉડ કિચન ઑપરેટર ક્યૉરફૂડ્સ સાથે મળીને ‘અરંબમ’ શરૂ કરી રહી છે. આ રેસ્ટોરાંના મેનુની દરેક આઇટમમાં ન્યુટ્રિશનનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. તે આ રેસ્ટોરાં દ્વારા ફક્ત બિઝનેસ નહીં, હેલ્ધી લાઇફસ્ટાઇલને પણ પ્રમોટ કરવા માગે છે અને એથી જ તે ન્યુટ્રિશનથી ભરપૂર મેનુ લઈને આવી છે. તેનું માનવું છે કે ભોજન ફક્ત શરીરને જ નહીં, આત્માને પણ તૃપ્તિ આપે છે અને એથી જ એમાં સ્વાદ પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે.