રાખી સાવંતે NRI સાથે કર્યા લગ્ન? જાણો શું છે હકીકત
રાખી સાવંત (તસવીર સૌજન્ય : રાખી સાવંત ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
રાખી સાવંત બોલીવુડની ફિલ્મોમાં સ્પેશિયલ નંબર માટે પ્રસિદ્ધ છે અને તે કેટલીય ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પણ કામ કરી ચૂકી છે.
ફિલ્મ અભિનેત્રી રાખી સાવંતે ગુપચુપ રીતે જે ડબ્લ્યૂ મેરિયટમાં લગ્ન કરી લીધા તેવી વાતો વાયરલ થઈ રહી છે. આ વિશે જ્યારે જાગરણ ડૉટ કૉમના મુખ્ય ઉપ-સંપાદક રૂપેશકુમાર ગુપ્તાએ રાખી સાવંત સાથે વાત કરી ત્યારે તેણે આ વાતને ફગાવી દેતાં કહ્યું કે આ વાત ખોટી છે. રાખી સાવંતની ખબર હકીકતે એક વેબસાઇટે આપી હતી.
ADVERTISEMENT
એમાં લખ્યું હતું કે રાખી સાવંતે એક એનઆરઆઇ છોકરા સાથે છુપાઇને લગ્ન કરી લીધા. એમાં આગળ એ પણ લખ્યું હતું કે આ લગ્ન તેણે મુબઇના જે ડબ્લ્યૂ મેરિયટ હોટલમાં 28 જુલાઇના કર્યા હતા. આ સિવાય એમાં એ માહિતી પણ આપી હતી કે લગ્ન સંપૂર્ણ ગુપ્તપણે કરવામાં આવ્યા હતા. જેમાં ફક્ત ઘરના સભ્યોને જ બોલાવવામાં આવ્યા હતા. જેમાં ફક્ત 4-5 લોકો જ હાજર રહ્યા હતા. આ સિવાય આ વાતને છુપાવી રાખવા માટે વર-કન્યાએ હોટેલના હૉલને બદલે રૂમમાં જ લગ્ન કરી લીધા.
આ વિશે જ્યારે રાખી સાવંતને પૂછવામાં આવ્યું ત્યારે તેણે આ વાતની ચોખ્ખી ના પાડી દીધી અને તેણે કહ્યું કે તે પરિણીતા નથી. આ વિશે વાત કરતાં રાખી સાવંતે કહ્યું કે તેણે કેટલાક OTT પ્લેટફૉર્મ માટે કેટલાક બ્રાઇડલ લૂકમાં શૂટ કર્યું. આ વિશે આગળ જણાવતાં રાખી સાવંતે કહ્યું કે ખબર નહીં કેમ લોકો તેને સુખેથી જીવવા નથી આપતાં.
રાખી સાવંતે જણાવ્યું કે, "હું વિવાહિત નથી અને કાલે જે ડબ્લ્યૂ મેરિયેટમાં મારું કેટલોગ શૂટ હતું." રાખી એ આગળ કહ્યું, "મહેરબાની કરીને એ વાત સમજો કે કોઇ અભિનેત્રી જો મહેંગી લગાવે તો તે વિવાહિત થઈ ગઈ છે. એક રિંગ પહેરી લીધી તો શું તેના લગ્ન થઈ ગયા. હોસ્પિટલમાંથી બહાર નીકળી તો તેણે એબોર્શન કરાવી લીધું. બે-ચાર લોકો સાથે ફરે છે તો તેણે સિક્રેટલી લગ્ન કરી લીધા, આ બધું શું છે. એક એક્ટ્રેસને જીવવું ન જોઈએ કે શું? સેંથામાં સિંદૂર લગાવી દીધું તો તેના લગ્ન થઈ ગયા. અમે સિરીયલ પણ કરી શકીએ છીએ. અમે શૂટિંગ પણ કરી શકીએ છીએ."
આ પણ વાંચો : Sanjay Dutt:જુઓ ‘બાબા’ના અનસીન ફેમિલી ફોટોઝ
ઉલ્લેખનીય છે કે રાખી સાવંત બોલીવુડની ફિલ્મોમાં સ્પેશિયલ નંબર કરવા માટે જાણીતી છે અને તે કેટલીય ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પણ કામ કરી ચૂકી છે. આ પહેલા દીપક કલાલ સાથે રાખીના કેટલાક વીડિયો વાયરલ થયા હતા જેમાં બન્ને જલ્દી લગ્ન કરવાની વાત કહી રહ્યા હતા.