સુશાંતને મિસ કરી રહ્યો છે રાજકુમાર
સુશાંતને મિસ કરી રહ્યો છે રાજકુમાર
રાજકુમાર રાવ હાલમાં સુશાંત સિંહ રાજપૂતને મિસ કરી રહ્યો છે. તેમની ફિલ્મ ‘કાય પો છે!’ને ગઈ કાલે આઠ વર્ષ થયાં હતાં. આ ફિલ્મમાં તેમની સાથે અમિત સાધે પણ કામ કર્યું હતું. સુશાંતે ગયા વર્ષે ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું. તેના સુસાઇડના કેસની હજી પણ સીબીઆઇ તપાસ કરી રહી છે. ફિલ્મ વિશે વાત કરતાં ઇન્સ્ટાસ્ટોરીમાં રાજકુમાર રાવે લખ્યું હતું કે ‘આ ફિલ્મને કારણે મારી અંદરના ઍક્ટરનો વિકાસ થયો હતો. હું વધુ પડતો સહાનુભૂતિ દેખાડતો થયો હતો. ‘કાઇ પો છે!’ને આઠ વર્ષ થયાં છે. એવું લાગી રહ્યું છે કે ગઈ કાલે જ સુશાંત, અમિત અને હું એનું શૂટિંગ કરી રહ્યા હતા. મારા ડિયર સુશાંતને હંમેશાં યાદ કરવામાં આવશે.’

