રાજકુમાર રાવ અને પત્રલેખા પોતાની ડૉગીની વિદાયથી થયાં ગમગીન
રાજકુમાર રાવ અને પત્રલેખા ડૉગી ગાગા સાથે
રાજકુમાર રાવ અને પત્રલેખાની ડૉગી ગાગાનું મૃત્યુ થયું છે. બન્નેએ સોશ્યલ મીડિયા પર ગાગાના અને ગાગા સાથેના પોતાના ક્યુટ ફોટોગ્રાફ્સ શૅર કરીને એને નામ એક મેસેજ પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
રાજકુમાર રાવ અને પત્રલેખા લખે છે, ‘ગાગા... અમારી દેવદૂત, અમારો સધિયારો, અમારું બેબી... ખૂબ જ સુંદર વર્ષો બદલ તારો આભાર. ખુશીની ક્ષણોમાં અને દુખના દિવસોમાં અમને તેં સંભાળી લીધાં છે. અમારું ધ્યાન રાખવા બદલ આભાર. મમ્મી-પાપા તને સૌથી વધુ મિસ કરશે. પ્લીઝ અમને દરેક જન્મમાં મળજે. તું હંમેશાં અમારી સૌથી કીમતી બેબી રહીશ. વી લવ યુ.’