આ ફિલ્મની સ્ટોરી ૨૦૨૦ના નેશનવાઇડ લૉકડાઉન પર આધારિત છે
રાજકુમાર રાવ, ભૂમિ પેડણેકર અને અનુભવ સિંહા
રાજકુમાર રાવ અને ભૂમિ પેડણેકર તેમની આગામી ફિલ્મ ‘ભીડ’ને ૨૪ માર્ચે લઈને આવશે.
આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી ૨૦૨૦ના નેશનવાઇડ લૉકડાઉન પર આધારિત છે. ‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’ અને ‘થપ્પડ’ બાદ હવે અનુભવ સિંહા આ ફિલ્મને લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં રાજકુમાર અને ભૂમિની સાથે પંકજ કપૂર, દિયા મિર્ઝા અને આશુતોષ રાણા પણ જોવા મળશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : રાજકુમાર રાવની હું ફૅન છું : જ્યોતિકા
આ ફિલ્મ વિશે વાત કરતાં અનુભવ સિંહાએ કહ્યુ કે ‘અમારી ‘ભીડ’માં હાલમાં જે પણ થયું છે એનું પ્રતિબિંબ જોવા મળશે. લૉકડાઉનમાં મુશ્કેલ સમયમાં આપણે ઘણી હાડમારીઓ જોઈ છે. મારા માટે આ સ્ટોરીને લોકો સામે લાવવી ખૂબ જ જરૂરી હતી.’
આ ફિલ્મને અનુભવ સિંહા અને ભૂષણ કુમારે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ વિશે ભૂષણ કુમારે કહ્યું કે ‘અનુભવ સિંહા અને હું ઘણા લાંબા સમયથી સાથે કામ કરતા આવ્યા છીએ. ૨૦૨૩માં આ અમારો ત્રીજો જૉઇન્ટ પ્રોજેક્ટ છે. આપણા દેશે જે સૌથી મુશ્કેલ સમય જોયો છે એ સ્ટોરીને અમે ખૂબ જ ડીટેલમાં લઈને આવ્યા છીએ. અનુભવનું ડિરેક્ટર તરીકેનું વિઝન ખૂબ જ જોરદાર છે, જે આ સ્ટોરીમાં જોઈ શકાશે.’